તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાયન્ટસ ગ્રુપ કલોલ રાજધાની દ્વારા પાણીનાં કુંડાંનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલ સ્થિત જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજધાની દ્વારા છેલ્લા ચાર વર્ષથી ચારમાસ માટે સવારથી સાંજ સુધી ઠંડા પાણીનુ વિતરણ કરવામાં આવતુ હોય છે. જે આ વર્ષે પણ નવજીવન કંમ્પાઉન્ડ એસબીઆઇ બેંકની બાજુમાં પાણીની પરબ તેમજ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં શાંતિલાલ સંપતલાલ શાહ તરફથી ગુરૂઅમ્બેશ જલ મંદિર પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે. આ પ્રસંગે ગોવિંદભાઇ પટેલ પૂર્વ મહામંત્રી ભાજપ ગાંધીનગર તથા જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશનના બ્રાન્ચ પ્રમુખ કૌશીકભાઇ પટેલ, ઉપપ્રમુખ ભરતભાઇ પટેલ, એરીયા ચીફ વસંતભાઇ શાહ તેમજ ગ્રુપના સભ્યો હાજર રહી કુંડાનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...