તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા નગરે પ્રભુ મહાવીર સ્વામીનો 2618 જન્મ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા નગરે પ્રભુ મહાવીર સ્વામીનો 2618 જન્મ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે પ.પૂ.આ.ભ.જીનેશરત્નસુરી મા.સા.ની નિશ્રામાં સવારે રિસાલા દેરાસરમાં સ્નાત્ર મહોત્સવ ઉજવાયો હતો. ત્યારબાદ ડીસા નગરમાં ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા રાજમાર્ગો પર ફરી હતી. જેમાં રિસાલા જૈન દેરાસરથી નીકળેલ આ શોભાયાત્રા સદરબજાર રીસાલા બજાર, ફુવારા સર્કલ સહિત મુખ્ય રાજ માર્ગો પર ફરી પરત દેરાસર ખાતે આવી હતી. બાદમાં જૈનાચાર્યની નિશ્રામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈનાચાર્યએ ભગવાન મહાવીર સ્વામીની કરુણા અહિસા સૈયમ અને તપ વિશે વ્યાખ્યાન યોજ્યું હતું. જેમાં સૃષ્ટિના જીવો સુખી થાય તેવી શુભકામના પાઠવી આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત તમામ શ્રાવકો માટે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. નેમિનાથ યુવા જૈન સંગઠન દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ દિવસ નિમિત્તે તમામ જનતાને લાડુના પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...