તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધધાણામાં ગ્રામસભામાં રોડ, પાણી, રખડતા ઢોર સહિતના પ્રશ્નોની ચર્ચા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકાના ધધાણા ગામે સમી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમી તાલુકાના વિવિધ કર્મચારીઓ જેમ કે જીઇબી, આરોગ્ય વિભાગ, પંચાયત અને માર્ગ-મકાન, ખેતીવાડી, પાણી પુરવઠા, મામલતદાર કચેરીના વહીવટી સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી દરેક વિભાગને લગતી સરકારી યોજનાઓ વિશે ગ્રામજનોને સમજણઆપી હતી.ગામના સરપંચ બાબુજી બાજુજી ઠાકોરે ગામવતી રોડ રસ્તા, પાણી, રખડતા ઢોર, શાળાની દિવાલ મરામત સહિતના પ્રશ્નોની ચર્ચા તથા સરકારે હકારાત્મક થઈ તથા ગામને જરૂરી પ્રાથમિક સગવડ આપે તેવી માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...