તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મની ગ્રામ પંચાયત દફતરે નોંધણી કરવા સહિત 12 માંગો અંગે કડીના સરપંચો વચ્ચે ચર્ચા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડી તાલુકા સરપંચ એસોસિયેશનની બેઠકમાં જન્મ રેકર્ડની પંચાયત દફતરે નોંધણી કરવા સહિત 12 માગણીઓની ચર્ચા બાદ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઇ હતી.

તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને ઉંટવાના સરપંચ મહેન્દ્રભાઈ પટેલ તથા મહામંત્રી ગોવિંદભાઈ પટેલે સરપંચોને આવકારતાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોને અડચણરૂપ બાબતો અંગે ચર્ચા કરાઇ હતી. તાલુકા વિકાસ અધિકારી આર.એમ. પટેલની ઉપસ્થિતિમાં સરપંચ એસો. તરફથી ગરીબ આવાસ યોજના હેઠળ મકાનો માટે મફત અથવા ઉચ્ચક રકમથી પ્લોટ ફાળવવો તેમજ ગૌચરના દબાણો હટાવવાની સત્તા ટીડીઓને આપવી, ઈધરામા પાણીપત્રકની નોંધ પાડવાની સત્તા તલાટીને આપવી, વાવાઝોડામાં નુકસાનીનું વળતર ખેડૂતોને ચુકવવું, સરપંચને માસિક રૂ.10 હજારના ખર્ચની સત્તા આપવી, પંચાયતના રેકર્ડ વાડા પત્રક, ગામઠાણ પત્રક, જન્મ મરણ પત્રક પંચાયતને પરત કરવા, ગામ પંચાયતને સ્વભંડોળમાંથી રૂ.50 હજારથી એક લાખ સુધીના કામો ઠરાવથી કરવા મંજૂરી આપવી, એટીવીટીની ગ્રાન્ટ પંચાયતના કામોમાં વાપરવા મંજૂરી આપવી, રાજ્ય સરકાર માસિક રૂ.10 હજાર સરપંચને માનદ વેતન આપે, સરપંચ ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોઈ અવિશ્વાસની દરખાસ્તથી સસ્પેન્ડ ન કરવા, મહિલા સરપંચ હોય તે પંચાયતમાં સરપંચ પતિને સહાયક તરીકે પંચાયતમાં બેસવા માટેની માંગણી કરાઈ હતી.

કડી તાલુકાની તમામ પંચાયતનો સને 1952થી 1972 સુધીનો જન્મ રેકર્ડ જે-તે સમયે તાલુકા પંચાયતમાં જમા કરાવેલો હતો. પરંતુ ઘણા સમયથી સને 1972 પહેલાંના જન્મના દાખલા માટે ગ્રામ તથા તાલુકા પંચાયતમાં લેખિત અરજી આપતાં તાલુકા પંચાયતમાંથી જન્મનો રેકર્ડ ઉપલબ્ધ નથી તેમ જણાવતાં નાગરિકોને કોર્ટ કચેરીમાં એફિડેવિટ કરી જન્મ નોંધણી કરાવવી પડતી હોઈ પંચાયત દફતરે નોંધણી કરવા રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો