મોડાસાના હંગામી એસટી ડેપોમાં શૌચાલય આગળ ગંદકીનું સામ્રાજ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસામાં હંગામી બસ સ્ટેન્ડમાં જાહેર શૌચાલય આગળ જ ગંદકી ખદબદી ઉઠતાં મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વળી જાહેર શૌચાલયમાં વિકલાંગો માટે બનાવાયેલ વિકલાંગ શૌચાલયમાં તાળા બંધી હોવાથી મહિલા , બાળકો , યુવાનો અને વૃદ્ધ વિકલાંગોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમજ મહિલા અને પુરુષો ના શૌચાલયમાં ગંદકી ના પગલે મુસાફરોમાં કચવાટ પ્રસર્યો છે. ગંદકીને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઇ છે.

_photocaption_મોડાસાના હંગામી એસટી ડેપોમાં શૌચાલય આગળ ગંદકી }અલ્પેશ પટેલ*photocaption*

ગંદકીને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફેલાવવાની દહેશત
અન્ય સમાચારો પણ છે...