તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિંગુચા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને તિથી ભોજન કરાવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર ભાસ્કર | જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા પ્રાથમિક શાળામાં તાજેતરમાં જયંતિભાઇ આત્મારામભાઇ પટેલની જીવતચર્યા નિમિત્તે અને સ્વ.મંગુબેન બાબુભાઇ પટેલના સ્મણાર્થે શાળાના વિદ્યાર્થીઓને બે દિવસ સુધી તિથી ભોજન આપવામાં આવ્યું હતું.

માણસામાં કુમાર શાળાઓ, 3 કન્યા શાળા, 4 પ્રા.શાળાના બાળકોને પતંગ અપાયા
ગાંધીનગર ભાસ્કર | મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે 25000થી વધુ પતંગો 19 આંગણવાડીઓ, ત્રણ કુમાર શાળાઓ, ત્રણ કન્યા શાળાઓ અને ચાર પ્રાથમિક શાળાઓના બાળકોને યુવા મોરચા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અમિત ચૌધરીએ આપી હતી. પતંગ ઉપર બેટી બચાવો બેટી પઢાઓ, સ્વચ્છ ભારત સ્વચ્છ માણસા, પાણી બચાવો સહિતના જનજાગૃત્તિના સૂત્રો લખવામાં આવ્યા હતા. પતંગ વિતરણના કાર્યક્રમમાં એલ.એચ.પટેલ, જયનારાયણસિંહ રાઓલ, મોતીલાલ પુરોહિત, યોગેશભાઇ પટેલ, ગોવિંદભાઇ દરજી, હિતેશભાઇ જાની, રાજુભાઇ ઠાકોર, સવજીભાઇ દેસાઇ, દેવેન્દ્રસિંહ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્દગમ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરાયું
ગાંધીનગર ભાસ્કર | ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સાયબેજ આશા ટ્રસ્ટ દ્વારા સાયબેજના સીએસઆર અંતર્ગત સેક્ટર-24ની સરકારી પ્રાથમિક શાળા નંબર-1ની 279 વિદ્યાર્થીનીઓને સ્વેટર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર રીટાબેન પટેલ, વોર્ડના કાઉન્સેલર ધીરૂભાઇ ડોડિયા, નીલાબેન શુકલ, ઉદ્દગમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મયુર જોશી, કોર્પોરેટર અંકિત બારોટ, સાયબેજના ડિલિવરી હેડ પ્રણવ જોશી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ઉવારસદ ખાતે રણજીપુરા પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો
ગાંધીનગર ભાસ્કર | રણજીપુરા પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ તાજેતરમાં ઉવારસદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ગરબા, એકપાત્રીય અભિનય, ફિલ્મી ડાન્સ સહિતના કાર્યક્રમો રજુ કરીને ઉપસ્થિત એસએમસીના સભ્યો, વાલીઓ તેમજ ગ્રામજનો દંગ કરી દીધા હતા.

જાયન્ટસ ગ્રુપ ઓફ રાજધાની કલોલ દ્વારા સન્માન સમારોહ યોજાયો
કલોલ ભાસ્કર | જાયન્ટસ ગ્રુપ ઓફ રાજધાની કલોલ દ્વારા ર્ડા.ભરતભાઇ જે રાવને એજ્યુંકેશનમાં પીએચડી થવા બદલ તથા લવ ડી.બારોટને નગરપાલીકાના પ્રમુખ થવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો