Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયબર ક્રાઈમથી સાવચેત રહેવા ડિઝીટલ ડિસીપ્લીન જરૂરી છે : ડૉ.રાજુલબેન દેસાઈ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ધાનેરા ખાતે લાધુરામજીના ડેરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘માત્ર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે ડોમેસ્ટીક વાયોલન્સ જેવા ગુના જ મહિલાઓ સાથે થતી ગુનાખોરી નથી. સાયબર ક્રાઈમનો ભોગ બનનારે શું કરવું, ક્યાંથી અને કોની મદદ લેવી તેની જાણકારી હોવી જરૂરી છે. સાથે સાથે ડિઝીટલ ડિસીપ્લિન અને વેલનેસ જાળવી સાયબર ક્રાઈમનો ભોગ બનવાની શક્યતાઓ નિવારવા અપીલ કરી. “Think before you Click, Think before you Post, Think before you Chat” સુત્ર સાથે ડિઝીટલ ફૂટપ્રિન્ટના કન્સેપ્ટને સમજવાની જરૂર છે. પોસ્ટ, સ્ટેટસ કે ફોટોગ્રાફ સોશિયલ મિડિયા પર મુક્યા પછી તે હમેશ માટે રહે છે, માટે તેનો ઉપયોગ સમજદારીપૂર્વક થાય તે અંગે ખાસ તકેદારી રાખવી.’ આ પ્રસંગે સુલોચનાબેન પટેલ, યસવંતિ એમ.ચાવડા, સરોજબેન ચૌધરી, આશાબેન પટેલ સહિત હાજર હતા.
ધાનેરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઊજવણી