તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરાની શીકા ચોકડીએ લુંટારુઓ ઝપાઝપી કરી વેપારીના હાથમાંથી 2 લાખ રોકડ લૂંટી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધનસુરાની શીકા ચોકડી પાસે ઉભેલા વેપારીના હાથમાંથી તસ્કરો બે લાખ રૂપિયાની લુંટ મચાવી પલાયન થઇ ગયા હતા. બીજી તરફ ધનસુરાની એક મોબાઇલની દુકાનને નિશાન બનાવી તસ્કરો હાથફેરો કરી જતાં શહેરમાં ફફડાટ વ્યાપ્યો હતો. ત્યારે આ બંને ઘટનામાં પોલીસે ફક્ત અરજી લઇ સંતોષ માનતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ચર્ચાયા હતા.

શીકા ચોકડી પર આવેલ અતુલ્ય આરકેડ માં આવેલ વેપારી રાજુભાઇ ગુજજર (મુળ. રહેવાસી રાજસ્થાન)છેલ્લા 4 વર્ષથી કરિયાણા નો ધંધો કરે છે. જે શનિવારની બપોરે શીકા ચોકડી પાસે ઉભા હતા ત્યારે ચોરોએ વેપારી સાથે ઝપાઝપી કરી રૂ.૨ લાખની લુંટ કરી પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે દુકાનદારે અને લુંટાયેલ વેપારી બંને શખ્સોએ ધનસુરા પોલીસને અરજી આપી લેખિતમાં જાણ કરી છે. ત્યારે ધનસુરા પંથકમાં છેલ્લા 20 દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. 20 દિવસ અગાઉ ધનસુરા પંથકમાં પશુ ડોક્ટરના મકાનમાંથી તસ્કરો ધોળે દહાડે સોનાચાંદીના દાગીના અને રોકડ સહિત રૂ.૪ લાખની મોટી ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જે અંગે ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ ઘટનાના 20 દિવસમાં જ શુક્રવારની મધ્યરાત્રીએ ધનસુરામાં આવેલા એટુ ઝેડ મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાં રહેલ મોબાઈલ અને રૂ.12હજારની રોકડ રકમની તસ્કરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા. ત્યારે ધનસુરા પોલીસ મુકપ્રેક્ષક બની માત્ર તમાશો જોઈ રહી હોવાના આક્ષેપો સાથે ધનસુરા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને પ્રજામાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો