તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરા સીમલી-ગાબટ-ઉભરાણ ભાટપુર ડામર માર્ગ પહોળો કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જિલ્લાના ધનસુરા સીમલી રોડ અને ગાબટ સાઠંબા માર્ગ અને બે જિલ્લાને જોડતા ઉભરાણ અને ભાટપુર રોડને પહોળો કરી ડામર રોડ બનાવવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર કરાયો છે. આ માર્ગ માટે 5.68 કરોડ મંજૂર કરાતાં સ્થાનિકોમાં આનંદ છવાયો છે.

ધનસુરા સીમલી માર્ગ બિસ્માર હોવાને કારણે પાંચ વર્ષ અગાઉ આ રોડ પર ડામર પાથરવામાં આવ્યો હતો. આ રસ્તાને 3.75 માંથી 5.50 મીટર પહોળો કરી ડામર કામ કરવા માટે રૂ 1.63 મંજુર કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી છવાઈ છે.બાયડના ગાબટ સાઠંબા રોડ 6.50 લંબાઈ ધરાવતો રોડ વાહનોની વધુ પડતી અવર જવરના કારણે ખાડાખૈયા વાળો થઈ ગયો હતો. આ માર્ગે 2005 માં ડામર કામ કરાયું હતું. ખાડા હોવાના કારણે આ માર્ગ પર પેવર કામ કરવા રજૂઆત કરાઈ હોવાના પગલે આ રોડને 5.50 માં વાઇડનિંગ કરી રિસરફેસ માટે રૂ 1.85 કરોડ મંજૂર કરાતા અરવલ્લી અને મહિસાગર જિલ્લાની જોડતા ઉભરાણ પ્રાંતવેલ ભાટપુર સુધીના 5 કિમીના રોડ માટે સરપંચ સુધાબેન અશોકસિંહ અને બાયડ તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારના પ્રયાસોથી માર્ગના પેવર કામની મંજૂરી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો