તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરા | ધાનેરા તાલુકો છેવાડાનો તાલુકો હોવાથી અનેક લાભોથી વંચિત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનેરા | ધાનેરા તાલુકો છેવાડાનો તાલુકો હોવાથી અનેક લાભોથી વંચિત રહ્યો છે. પરંતુ તાલુકાના યુવાનોમાં જાગૃતતા આવે તે માટે તાલુકાના યુવાનો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને તેમાં પણ કુંમર ગામે આવેલ ગુજરાત ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ દ્વારા રવિવારે હાફ મેરેથોડ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર સદભાવના ગૃપના હરેશભાઇ ચૌધરીએ આ મેરેથોનને લીલી ઝંડી આપીને શરુઆત કરી હતી. આ મેરેથોનમાં વિદ્યાર્થીઓ સહિત અન્ય શહેરોમાંથી દોડવીરો પણ આવ્યા હતા. જેથી આ મેરેથોનમાં 1120 લોકોએ ભાગ લીધો હતો અને 10 કિ.મી. માં પ્રથમ આવનારને રૂ.10 હજારનું ઇનામ, 5 કિ.મી. માં પ્રથમ આવનારને રૂ.5 હજારનું ઇનામ, 3 કિ.મી. માં પ્રથમ આવનારને રૂ.3 હજારનું ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંજયભાઇ ચૌહાણ (ડી.પી.ઓ.), દાંતીવાડા બી.એસ.એફ.માંથી સી.કે.રાણા, કુંમર ગામના સરપંચ કાન્તીભાઇ ડાભી તેમજ અન્ય મોટી સંખ્યામાં મહાનુભવો તેમજ આજુબાજુથી ગ્રામજનો હાજર રહ્યા હતા અને ગુજરાત ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર મહાદેવભાઇ ચૌધરી તથા તેમની ટીમને આ કાર્યક્રમ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો