તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરા | ધાનેરા રેલ્વે સ્ટેશનથી ભીલડી તરફ સોમવારે બપોરના એક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરા રેલ્વે સ્ટેશનથી ભીલડી તરફ સોમવારે બપોરના એક વાગ્યાના સુમારે આવતી પેસેન્જર ટ્રેનની નીચે એક આધેડ કપાતાં ટ્રેન રોકાઇ હતી. જેની જાણ રેલ્વે વિભાગને કરાતાં રેલ્વે વિભાગે આ બાબતે ધાનેરા પોલીસને જાણ કરતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

મૃતક થરાદ તાલુકાના પાવડાસણ ગામના હાજાભાઇ કરણાભાઇ રબારી (ઉં.વ.52) હોવાનું જાણવા મળતાં પોલીસે તેમના ગામના લોકોને જાણ કરતાં તેમના સગા સબંધી તેમજ અન્ય લોકો પણ સરકારી હોસ્પીટલ ખાતે ઉમટી પડ્યા હતા.

મૃતક સવારે ઘરેથી શિવના મંદિરે દર્શન કરવાનું કહીને નિકળ્યા હતા અને તેઓ ક્યા કામથી ધાનેરા આવ્યા તે જાણવા મળેલ નહી અને તેઓ કાને ઓછું સાંભળતા હોવાનું પણ તેમના પરીવારજનોએ જણાવ્યું હતું. જેથી પોસ્ટમોર્ટમ કરીને લાશને તેમના પરીવારને સુપરત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો