ડીસા સાંઇબાબા સર્કલે સ્ટોપેજ હોવા છતાં બસો બારોબાર નીકળતા મુસાફરોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાના સાંઇબાબા સર્કલ પાસે સ્ટોપેજ આપ્યું હોવા છતાં સવારે 10થી 12 વાગ્યા સુધી એકસપ્રેસ તથા ઈન્ટરસીટી બસો બારોબાર નીકળી જતા અપડાઉન કરતા પેસેન્જરો ભારે મુશ્કેલીમાં મુકાય છે. અને બે કલાક સુધી બસોની રાહ જોઇને ઉભા રહેવાની ફરજ પડતા રોષ ભભૂકયો છે.

ડીસા એસ.ટી.વિભાગની કામગીરી છેલ્લા ઘણા સમયથી કથળતી જઇ રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા છે. થોડા દિવસો અગાઉ બસ ઉભી ના રાખતા વિદ્યાર્થીઓએ બસના છાપરે ચડી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે એસ.ટી.વિભાગની વધુ એક આડોડાઈ બહાર આવી છે. બસ સ્ટેશનમાં 1 પેસેન્જરે અમદાવાદ તરફ જતી બસના કન્ડક્ટરને કહ્યું કે સાંઇબાબા સ્ટોપેજ છે તો તમે બારોબાર કેમ જાઓ છો, તો કન્ડક્ટરે કહ્યું કે બસ ફૂલ ભરેલી છે ત્યાં જવાનો ફાયદો શું ? ડીસાના સાંઇબાબા સર્કલ પાસે બસ સ્ટોપેજ આપ્યું હોવાથી છાત્રો અને પેસેન્જરો ઉભા હોય છે. પરંતુ સવારે 10 થી 12 વાગ્યા સુધી પેસેન્જરોથી ભરેલી હોવાના કારણે એક્સપ્રેસ તથા ઇન્ટરસિટી બસો બારોબાર નીકળી જાય છે. જેથી સાંઇબાબા સર્કલ પાસે બસની રાહ જોઈ ઉભેલા પેસેન્જરોને બે કલાક સુધી પ્રતિક્ષા કરવી પડે છે. આ અંગે ST તંત્રને જાણ કરવા છતાં વિભાગ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...