દિયોદર : દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા દિયોદર ઠાકોર બોડીંગ ખાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર : દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા દિયોદર ઠાકોર બોડીંગ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર યુજીવીસીએલ વિદ્યુત બોર્ડના તમામ હેલ્પર તેમજ કર્મચારીગણને આરોગ્ય વિષે માહિતીગાર કરાયા હતા. જેમાં ઇલેક્ટ્રીક દ્વારા એકાએક કરંટ લાગવાથી હદય ધબકતું બંધ થાય ત્યારે શું કરવું તે અંગે બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસે માણસને તાત્કાલિત ધોરણે સ્થળ ઉપર અન્ય કર્મચારી દ્વારા કેવી રીતે હદય ધબકતું કરવું અને માણસને કઇ રીતે બચાવી શકાય તે અંગે પ્રેક્ટીકલ કરી માહિતીગાર કરવામાં આવેલ છે. જેમાં મોટાભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...