તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરના સરદારપુરા (જ) ગામે દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રજૂઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દિયોદર તાલુકાના સરદારપુરા(જ) ગામે પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ થઇ રહ્યું હતું.જેના કારણે ગામમાં દારૂડિયાઓનો ત્રાસ વધતા સાંજના સમયે દૂધ ભરાવવા સમયે બહેન-દીકરીઓને જવા-આવવામાં ભારે તકલીફ રહેતી હતી. ત્યારે ગ્રામજનોએ ગુરુવારે દારૂ બંધ કરાવવા માટે દારૂનું વેચાણ કરતા બુટલેગરોને દારૂનો ધંધો બંધ કરવા નાયબ કલેકટરને રજુઆત કરી હતી.

સરદારપુર (જ) ગામના ગ્રામજનોની રાજ્યમાં દારૂ બંધી છે પણ માત્ર કાગળ પર અત્યારે પણ રાજ્યમાં દારૂનું વેચાણ થાય છે. દિયોદર તાલુકા ના સરદારપુરા(જ) ગામે પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ થઇ રહ્યું હતું. જેના કારણે ગામમાં દારૂડિયા તત્વોનો ત્રાસ વધતા સાંજના સમયે દૂધ ભરાવવા સમયે બહેન-દીકરીઓને જવા-આવવામાં ભારે તકલીફ રહેતી હતી. ત્યારે આખરે ગ્રામજનોએ દારૂ બંધ કરાવવા માટે દારૂનું વેચાણ કરતા બુટલેગરોને દારૂનો ધંધો બંધ કરવા રજુઆત કરી હતી. પરંતુ બુટલેગરોએ ગ્રામજનોને દારૂનો ધંધો બંધ ના કરવાનું કહી પોલીસ સુધી હપ્તો પહોંચાડતા આક્ષેપ કરાતા અને ગ્રામજનોને ખોટી રીતે ધમકીઓ આપતા હોવાથી આખરે ગુરુવારે ગ્રામજનોએ દિયોદર ખાતે આવી નાયબ કલેકટર અને મામલતદાર તેમજ દિયોદર પોલીસ મથક ખાતે લેખિતમાં આવી રજુઆત કરી હતી. જેમાં પોલીસે ગ્રામજનોની રજુઆત ધ્યાને લઇ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાંહેધરી આપતા ગ્રામજનો પરત ફર્યા હતા.

નાયબ કલેકટર,મામલતદાર,દિયોદર પોલીસ મથકે ગ્રામજનોની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો