તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઠંબામાં લીલા વૃક્ષાેનું મંજૂરી વિના નિકંદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ તાલુકાના સાઠંબા ગામે ખાનગી માલિકિના સર્વે નંબર તથા સાઠંબા મંડળ ની કેટલીક જમીનમાંથી ગામના કેટલાક લેભાગુ તત્વાે અે સંખ્યાબંધ વૃક્ષોનું મંજૂરી વગર નિકંદન કાઢી નાખતાં હલચલ મચી ગઇ છે. ત્યારે અા મામલે તપાસ કરી કડક કાર્યવાહી કરવા માટે સાઠંબા મંડળ દ્વારા પાેલીસ ને જાણ કરી પ્રાંત અધિકારી સમક્ષ માગણી ઉઠાવી છે.

સાઠંબા ગ્રામજનાે પાસેથી મળેલ માહિતી મુજબ ગામના કેટલાક લાેકાે અે સ્કીમ પાડવાના તથા અન્ય કાેઇ હેતુથી સર્વેનંબર 955 જમીન ને અેન.અે કરાવી હતી. ત્યારે ગામના અા તત્વાે અે રૂપિયા કમાવવાની લહાયમાં નિયમાે નેવે મુકી લીલા ઝાડ 10 કરતાં પણ ઉપરાંત કાપી નાખતાં હલચલ મચી ગઇ છે. અા મામલાે ગામમાં ચર્ચાના સ્થાને અાવતાં જ પંચાયત ના પગતળે રેલાે અાવતાં પંચાયતમાં પણ દાેડધામ મચી છે. બીજી બાજુ 955 સર્વેનંબરના બિલકુલ બાજુમાં અાવેલ સર્વે નંબર 956માં પણ ગામના અેસ.જી.તપાેધનના અાે અે ઝાડ કાપ્યા નું બહાર અાવ્યું છે. સાઠંબા કેડવણી મંડળ દ્વારા પાેલીસ ને જાણ કરવામાં અાવેલ મુજબ તેમની માલીકી ની જમીન કેજેનાે સર્વે નંબર 956 છે.જેમાં ઉપરાેક્ત શખ્સાે દ્વારા ગેરકાયદેસર ઘૂસી લીલા ઝાડ કાપી નાખતાં મંડળ દ્વારા પણ ઉગ્ર વિરાેધ કરવામાં અાવ્યાે છે.અેક તરફ સાઠંબામાં પ્રાંત અધિકારી અા મામલે ન્યાઇ તપાસ કરેતાે માસમાેટું અેન.અે નું કાૈભાંડ પણ બહાર અાવે તેમ ગ્રામજનાે અે જણાવ્યું છે. વરૂણ પટેલ

રેલો પંચાયત સુધી આવ્યો
સાઠંબા ગામે વૃક્ષેા કપાવવા ને લઇ ગામમાં વિરાેધનાે વંટાેળ ઉભાે થયાે છે.ત્યારે પાણીનાે રેલાે પંચાયત સુધી અાવી જતાં પંચાયત પણ હાંફળી બની દાેડધામ કરી મુકી છે. પંચાયત દ્વારા સ્થળ ઉપરના ફાેટા પાડી તપાસ કરી પંચનામુ કરવાની કાર્યવાહી હાથ ધર્યાનું તલાટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...