ભીલડી બજારમાં ખુલ્લી ગટરો પર ઢાંકણ ફીટ કરવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના ભીલડી બજારમાં સ્વચ્છતાના ધજાગર ઉડી રહ્યા છે.રસ્તાની બંન્ને સાઇડે તંત્ર દ્વારા ગટરોતો બનાવી દીધી છે.પરંતુ ગટરો પર ઢાંકણ ઢાંક્યા વિના ખુલ્લી જ છોડી દેતા ગટરો મોટા પ્રમાણમા દુર્ગંધ ફેલાવી રહી છે. ખુલ્લી પડેલી ગટરોને કારણે રોગચાળો પણ ફાટી નિકળવાની ભીતી સેવાઇ રહી છે.જ્યારે બજારમા અવરજવર કરતા મોટાભાગના લોકો ગટરો નજીકથી અવરજવર કરતા હોવાથી કોઇ દિવસ આ ખુ્લ્લી ગટરો કોઇ નિર્દોષનો ભોગ લે તેવી શક્યતા સેવાઇ રહી છે.તંત્ર દ્વારા વહેલી તકે આ ગટરો પર ઢાંકણો ફીટ કરાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...