તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા તા.ભાજપ યુવા મોરચા મંત્રીએ છાત્રાને અડપલા કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના ડે. સરપંચ અને તાલુકા ભાજપ યુવા મોરચાના મંત્રી મહેશ સોમાજી ગેલોત (માળી) એ પોતાના સમાજની અને કોલેજની વિદ્યાર્થીનીને બિન સચિવાલય અને તલાટીની પરિક્ષાનું પેપર લાવી આપી તેમાં પાસ કરાવી આપવાની લાલચ આપી તેને મળવાના બહાને એક ફાર્મહાઉસ પર લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરી બિભત્સ માંગણીઓ કરી તેની સાથેના ફોટો વાઇરલ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

વિદ્યાર્થીનીની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા ખાતે ટીવાય બીકોમમાં સેમે-6ની પરીક્ષા આપવા ગઇ હતી. જે દરમિયાન 26 માર્ચ 2019ના રોજ તેનું આંકડાશાસ્ત્રનું પેપર હતું. જેમાં મહેશ સોમાજી ગેલોત (માળી) સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતો. આ દરમિયાન વિદ્યાર્થીનીની સ્લીપ જોઇ તેણે કહ્યું હતું કે ‘તારા પપ્પા મારા કુટુંબી ભાઇ થાય છે તું શાંતિથી લખજે. જોકે બાદમાં દરેક પેપરમાં આવી વિદ્યાર્થીની માટે ભલામણ કરતો હતો. જોકે એક જ સમાજના હોવાથી વિદ્યાર્થીનીએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ તેણે વિદ્યાર્થીનીને જણાવ્યું હતું કે ‘તે ગુજરાત જાહેર સેવા આયોગના કલાસીસ પણ ચલાવે છે અને ગેનાજી ગોળીયાનો ડેપ્યુટી સરપંચ છે, અને રાજકારણમાં અગ્રણી છે. મોટા નેતા અને અધિકારીઓની ઓળખાણ ધરાવે છે તેમ કહી વિદ્યાર્થીનીનો મોબાઇલ નંબર લીધો હતો. બાદમાં આ શખ્સે વિદ્યાર્થીનીને ફોન કરી સાંઇબાબા મંદિરે બોલાવી હતી. જેથી વિદ્યાર્થીની સાંઇબાબા મંદિર ખાતે પહોંચતા તેણે કહ્યું હતું કે તલાટીના તેમજ જીપીએસસીની પરીક્ષા પાસ કરાવનાર વ્યક્તિની સાથે મુલાકાત કરાવવાનું જણાવી તેને એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હતો. બાદમાં તેણે વિદ્યાર્થીને ઉપરના માળે લઇ જઇ શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. બાદમાં તેણે વિદ્યાર્થીનીના ફોટા પાડ્યા હતા. ઉપરાંત આ શખસે વિદ્યાર્થિનીને તેના ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી બિભત્સ માંગણી કરી હતી. જોકે વિદ્યાર્થીનીએ તેના પિતાને ફોન કરે છે તેવું કહેતા ગાડીમાં બેસાડી વિદ્યાર્થીનીને છરી બતાવી આ મામલે કોઇને કઇ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આ વિદ્યાર્થીનીએ તેના માતાને વાત કરી હતી. બાદ 4 એપ્રિલના રોજ તેણે ફોન કરી વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણીઓ કરી હતી અને તે નહિ માને તો તેના ફોટો સોશીયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે વિદ્યાર્થીનીએ મહેશ વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ગુનો નોંધાવતા ડીસામાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો.

ભાસ્કર ન્યૂઝ | ડીસા

અન્ય સમાચારો પણ છે...