ડીસા| ડીસા-ભીલડી હાઇવે પર આવેલ ઓવરબ્રિજ પરથી શનિવારે પસાર થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા| ડીસા-ભીલડી હાઇવે પર આવેલ ઓવરબ્રિજ પરથી શનિવારે પસાર થઇ રહેલા ટ્રેલરની પાછળ રહેલ હિટાચી મશીન નીચે ખાબકતા અફડાતફડી મચી હતી. ડીસાના ભીલડી હાઇવે પરથી પુરઝડપે પસાર થઇ રહેલ ટ્રેલર પાછળ હિટાચી મશીન ભરીને જઇ રહ્યું હતું. આ દરમિયાન ટ્રેલરના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ઓવર બ્રિજની દીવાલ સાથે ટ્રેલર ટકરાયું હતું અને હિટાચી મશીનનું દોરડું છુંટી જતા હીટાચી મશીન ઓવરબ્રિજ નીચે ખાબકયું હતું. બનાવના પગલે અફડાતફડી મચી હતી. જોકે મશીન ખાબકતા તેની પાસેથી પસાર થઇ રહેલ એક કારનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે મોટી જાનહાની ટળી હતી. બાદમાં ઘટના સ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર બાદ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવ્યું હતું. ઘટનામાં જાનહાનિ ટળતા સ્થાનિક દુકાનધારકો તેમજ વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો. તસવીર-ભાસ્કર