તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા | રવિવારે લાયન્સ કલબ ઓફ ડીસાના વર્ષ 2019-20ના નવીન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | રવિવારે લાયન્સ કલબ ઓફ ડીસાના વર્ષ 2019-20ના નવીન હોદ્દેદારોની નિયુક્તિ થયા બાદ આ તમામ હોદ્દેદારોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદગ્રહણ કર્યા હતા. લાયન્સ કલબ ઓફ ડીસાના નવીન વર્ષના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ડીસાના ડો.ભરતભાઇ મકવાણા, માનદ મંત્રી તરીકે નરેશભાઇ શેઠ અને ખજાનચી તરીકે ધનપતરાજ બોથરાએ શપથ ગ્રહણ કર્યા હતા. આ સમારોહમા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવીન હોદ્દેદારોને તેમના કાર્યકાળ દરમિયાન સારું કામ કરવા અંગે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી, પર્યાવરણ પ્રેમી ડો.નવીનભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...