તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયડના જૂનાઉંટરડા ગામે દિપેશ્વરી મંદિર 29 માર્ચ સુધી બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં કાેરાેના વાઇરસે હાહાકાર મચાવ્યાે છે. સરકારના અાદેશ અનુસાર બાયડ તાલુકાના જૂના ઉંટરડામાં અાવેલ ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર િદપેશ્વરી ધામ તા.19-3-2020 થી 29-3-2020 સુધી બંધ કરી દેવાયું છે. તકેદારી પગલાના ભાગરૂપે દિપેશ્વરી વહીવટી મંડળ (દિપેશ્વરી ધામ) જૂના ઉંટરડા દ્વારા મંદિરે પધારનાર સર્વે ભક્તોના આરોગ્યને ધ્યાનમાં રાખતા તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ તા.29-03-2020 સુધી મોકૂફ રાખવામાં અાવ્યા છે.

અા અંગે દિપેશ્વરી ધામના પ્રમુખ નવીનભાઇ પંડ્યા અે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં કાેરાેના વાઇરસને લઇ હાહાકાર મચી ગયાે છે. ત્યારે સરકાર દ્વારા વધારે ભીડ થતી હાેય તેવા સ્થળ જેવાકે યાત્રાધામ, થિયેટરાે,જાહેર કાર્યક્રમાે વગેરે બંધ કરવાનાે નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોરોના વાયરસને લઈ ગાબટમાં ગુર્જરી બજાર બંધ


બાયડ તાલુકાના ગાબટમાં દર બુધવારે ગુર્જરી ભરાય છે. અા ગુર્જરીમાં માેટી સંખ્યામાં લાેકાે ભેગા થાય છે. જેને લઇ રાેગ ફેલાવવા ની દહેશત સેવાઇ રહે તેમ છે.જેને લઇ ગાબટ ગ્રામ પંચાયત દ્વારા 31 તારીખ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં અાવ્યાે હતાે.

કાેરાેના વાયરસને લઇ દિપેશ્વરી વહીવટી મંડળ દ્વારા નિર્ણય


_photocaption_જૂના ઉંટરડામાં દિપેશ્વરી ધામ ગુરૂવારથી બંધ કરાયું હતુ. }વરૂણ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...