ડીસા તાલુકા આરોગ્ય કચેરીનો CCTV કેમેરો ચોરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસાના બગીચા વિસ્તાર નજીક આવેલ તાલુકા આરોગ્ય કચેરીના દરવાજા ઉપર લગાવેલ સીસીટીવી કેમેરાની ચોરી થતા આરોગ્ય કચેરીમાં દોડધામ મચી છે. તાલુકાની આરોગ્ય કચેરીમાં કુલ ચાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જોકે ડીસામાં કરા પડતા સીસીટીવી કેમેરાનું રીઝલ્ટ નબળું દેખાતું હતું. તેથી આરોગ્ય કચેરીના સ્ટાફે આ મામલે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કચેરીના પ્રવેશ દરવાજાની ઉપર લગાવેલ સીસીટીવી કેમેરો ન જણાતા તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન આ સીસીટીવી કેમેરો ચોરાયો હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...