તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડા | વીલ્સાયર પેસ્ટીસાઇડસ અને ફર્ટીલાયઝર પ્રા.લી., ઇન્દ્રોર દ્વારા સરદારકૃષિનગર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા | વીલ્સાયર પેસ્ટીસાઇડસ અને ફર્ટીલાયઝર પ્રા.લી., ઇન્દ્રોર દ્વારા સરદારકૃષિનગર ખાતે કેમ્પસ ઇન્ટરવ્યુંનું આયોજન કર્્યું હતું. આ ઇન્ટરવ્યુંમાં ચી.પ.કૃષિ મહાવિદ્યાલય (સરદારકૃષિનગર) અને બાગાયત મહાવિદ્યાલય, (જગુદણ) બી.એસ.સી. (એગ્રી), બી.એસ.સી. (હોર્ટી) અને એમ.એસ.સી. (એગ્રી), એમ.એસ.સી. (હોર્ટી) તથા પોલીટેકનીક જગુદણ, ડીસા, અમીરગઢ, ખેડબ્રહ્મા કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ ઇન્ટરવ્યુંમાં લેખિત પરીક્ષા, ગૃપ ડિસ્કસન અને પર્સનલ ઇન્ટરવ્યું બાદ યુનિવર્સિટીના કુલ-72 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પસંદગી પામ્યા હતા.યુનિવર્સિટીના નિયામક, વિદ્યાર્થી કલ્યાણ ડો. વી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ ડો. સંજય પંડ્યા અને યુનિવર્સિટીના વિવિધ કોલેજ-પોલીટેકનીકના પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુંની કામગીરી કરી હતી. પસંદગી પામેલ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના કુલપતિ ડો. અશોક એ. પટેલ અને કુલસચિવ ડો. મનુભાઇ આર. પ્રજાપતિ દ્વારા અભિનંદન આપી ઉજ્જવળ કારકીર્દિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...