તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતીવાડા તાલુકા પંચાયત ખાતે વર્ષ 2018-19નું સુધારેલ તથા 2019-20

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાંતીવાડા તાલુકા પંચાયત ખાતે વર્ષ 2018-19નું સુધારેલ તથા 2019-20 ના અંદાજપત્રમાં સ્વંભડોળ ક્ષેત્રે રૂ. 6.61 કરોડના વિકાસલક્ષી બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ કલ્યાણ, ખેતીવાડી પશુપાલન, શિક્ષણ, બાંધકામ, આરોગ્ય સહિત વિકાસલક્ષી કામો કરવામાં આવશે.

દાંતીવાડા તાલુકા પંચાયત ખાતે બુધવારે પ્રમુખ પાનાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને બજેટ બેઠક યોજાઇ હતી. વર્ષ 2018-19નું સુધારેલ તથા 2019-20 ના અંદાજપત્રમાં સ્વંભડોળ ક્ષેત્રે રૂ. 6.61 કરોડનું વિકાસલક્ષી બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. દાંતીવાડા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ખેતીવાડી ક્ષેત્રે તથા પશુપાલન ક્ષેત્રે વિવિધ યોજના અંતર્ગત રૂ. 3.15 લાખની જોગવાઇ કરવામાં આવી છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ. 20,000 ની જોગવાઇ, શિક્ષણ ક્ષેત્રે તાલુકો હરણફાળ ભરી પછાતપણાની ગતારમાંથી બહાર નીકળી ગતિશીલ યુગમાં કદમ મિલાવીને મહિલા પ્રવૃતિ વિકાસને વેગ મળે તે હેતુથી શિક્ષણ ક્ષેત્રે ઓવરઓલ રૂ.1.15 લાખ તેમજ પંચાયતના વિકાસના કામોમાં 12.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે રૂ. 50,000 હજારની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ જાહેર વહીવટી ક્ષેત્રે રૂપિયા 8,54,000 જેમાં કુલ મળી રૂપિયા 26,04,000 ની જોગવાઈ કરી રૂપિયા 12,89,805 ની પુરાંત દર્શાવામાં આવી છે. બજેટ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપૂત, નાયબ તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમાર, વાલજીભાઈ પટેલ, કિરીટભાઈ પરમાર સહિત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ ઘાડિયા સહિત તાલુકા પંચાયતના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો