તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતીવાડા | દાંતીવાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે રોગચાળો ફાટી નીકળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા | દાંતીવાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલમાં સરકારી અને ખાનગી દવાખાના પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. ત્યારે મારવાડા ગામમાં ગામલોકોએ રોગચાળાની દેહશત વચ્ચે ગામમાં સરકારી શાળા અને આંગણવાડી આગળ ભરાયેલા ગંદા પાણી અને ઝાડી-ઝાંખરની જાતે જ સફાઇ કરી નાખી છે. ગામલોકોએ ગ્રામ પંચાયતના સત્તાધીશોને અનેકવાર રજુઆતો કરવા છતાં સફાઇ કરવામાં ન આવતા ગામના યુવાનોએ જાતે સફાઇ અભિયાન હાથ ધરી રોગચાળાથી ગામને મુક્ત કરવા સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે. રાજવીર ચૌહાન

અન્ય સમાચારો પણ છે...