તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાછોતરા વરસાદથી કપાસનંુ રૂ પલડતાં ખેડૂતોને નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેડા | સરસ્વતી તાલુકામાં ચાલું સિઝનમાં ખેડૂતો દ્વારા 5હજાર 560 હેકટર જમીન વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે. પરંતું પાછોતરા વરસાદના કારણે છોડ ઉપરના ફુલ ખરી પડવા અને પાકી ગયેલ કેરીઓનું રૂ પલડી જવું આ બેવડો માર ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. આ બાબતે ભાટસણ સેજાના ખેતીવાડી ખાતાના ગ્રામસેવક રાયમલભાઇ પરમારે જણાવ્યું હતું કે ગત વર્ષે આ સમયે વરસાદ નહતો એટલે ખેડૂતોને કપાસમાં સારી આવક થઇ હતી પરંતુ ચાલું સિઝનમાં આ પાછોતરા વરસાદે કપાસ, બાજરી, જુવાર જેવાં પાકોને નુકશાન થવાનાં એંધાણ દેખાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...