સિદ્ધપુર તાલુકાના નાંદોત્રી ગામે ગૌ માતાને તિક્ષણ હથીયારના ઘા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના નાંદોત્રી ગામે ગૌ માતાને તિક્ષણ હથીયારના ઘા મારીને આંખ અને જડબું કાપી નાખવાની ઘટના શુક્રવારના રોજ બની હતી જેને લઇ સિદ્ધપુરના ગૌ ભક્તોમાં રોષની લાગણી પ્રસરી હતી . આવા અબોલ પશુઑ ઉપર અત્યાચાર કરતા શખ્સને ખુલ્લા પાડી તેમની સામે કડકમાં કડક કાનુની કાર્યવાહી થાય એવા આશય સાથે શ્રી કામધેનુ ગૌ હોસ્પિટલ,સિદ્ધપુર દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. અા શખ્સને ખુલ્લા પાડી વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા મળે તેવી રજુઆત કરવામા આવી હતી. અાવેદનપત્ર અાપવામાં કામધેનુ ગૌ હોસ્પિટલ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, સિદ્ધપુરની સમસ્યા વોટ્સઅપ ગ્રુપના સદસ્યો અને ગૌ ભક્તોઅે મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...