તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપાસિયા નજીકથી ચોરાયેલા બાઇક સાથે યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢની કપાસિયા ચેકપોસ્ટ પરથી મંગળવારે ચોરીના બાઈક સાથે ઝડપાયેલા શખ્સને રાજસ્થાન પોલીસને હવાલે કરાયો હતો

રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર તાલુકાના બડેચી ગામનો પ્રહલાદસિંહ ઈન્દ્રસિંહ રાજપૂત નામનો 22 વર્ષીય યુવક સોમવારે બાઇક સાથે અમીરગઢની કપાસિયા બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશી રહ્યો હતો.તે સમયે પોલીસે આર.જે.-24 એસ.કે.-9101 નંબરના બાઈકના કાગળોની માગણી કરતા બાઈક ચાલક કોઈ કાગળ રજૂ કરી શક્યો ન હતો.પોલીસે અટકાયત કરી રાજસ્થાન પોલીસને જાણ કરતા બાઈક રાજસ્થાનના ફાલનાથી છ માસ અગાઉ ચોરાયેલ હોવાની વિગતો બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...