તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડાસા અણીયોર રોડ પરના વગેમાર્ગુઓને કાળઝાળ ગરમીમાં પીવાનું ઠંડુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા અણીયોર રોડ પરના વગેમાર્ગુઓને કાળઝાળ ગરમીમાં પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે જનસેવાના ભેખધારી નાનીબા (કચ્છ) પટેલે સાગવા કંપાના ચોતરે પાણીની પરબ શરૂ કરી છે. રોજીંદા 150 થી 200 લોકોની તરસ છીપાવવાનુ કામ કરતા આ 70 વર્ષીય મહિલા સવારથી સાંજ સુધી વટેમાર્ગુઓને પાણી પીવડાવી પોતાની જાતને જનસેવા માટે સમર્પીત કરી છે.

મોડાસા અણીયોર ઉભરાણ રોડ ઉપર 25 કીલોમીટરના માર્ગ ઉપર પીવાના પાણીની કોઇ વ્યવસ્થા કે પરબ ન હોવાના કારણે મુસાફરો અને વટેમાર્ગુઓને પીવાના પાણી માટેની રઝળ પાટ જોઇને સીતેર વર્ષીય મહિલા નાનીબએ પરબ શરૂ કરી. રોજ વહેલી સવારે નાનીબા આ બે ગઢીઓ વીછરીને તેમાં મુસાફરો અને વટેમાર્ગુઓ માટે પીવાનુ સ્વચ્છ અને તાજુ પાણી ભરે છે. સવારે આઠ કલાકે તે નિયમ મુજબ પાણીની પરબ ઉપર બેસીને મોડી સાંજ સુધી વટેમાર્ગુઓને વિના મૂલ્યે પાણી પીવડાવવાની સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...