તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં અડચણરૂપ બે લારીવાળા સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર શહેર પોલીસે ગુરૂવારે ગાૈરવપથ ઉપર રોડ ઉપર અાડેધડ ઉભા રહી ટ્રાફિકને અડચણરૂપ લારીઅોવાળા સામે કાર્યવાહી કરી બે લારીવાળાઅો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેના પગલે લારીવાળાઅોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

શહેરના ગાૈરવપથ ઉપર લારી અને પાથરણાવાળા બેસી શાકભાજી અને ફળફળાદીનો વેપાર કરે છે જેમાં કેટલાક લારીવાળાઅો પોતાનો માલ ઝડપી વેચવા માટે રોડ વચ્ચે અાવી જઇ ટ્રાફિકને અડચણરૂપ થતા હોવાથી ગુરૂવારના રોજ પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં શહેરના ડોસાભાઇ બાગ નજીક ફળની લારી લઇ ઉભેલ ભોઇ કલ્પેશભાઇ ઇન્દ્રવદનભાઇ અને તાલુકા પંચાયત અાગળ ઉભેલ ભોઇ યોગેશકુમાર અશોકકુમાર રાહદારીઅો અને ટ્રાફિકને અડચણરૂપ હોવાથી બંન્ને સામે પોલીસે કાર્યવાહી કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...