તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસા સહિત તાલુકામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પગલે મંગળવારે વાતાવરણમાં પલટો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા સહિત તાલુકામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પગલે મંગળવારે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ કરા સાથે વરસાદ પડ્યો હતો. પરિણામે ડીસા સહિત તાલુકાના વડાવળ, સોતમલા, ઓઢવા, લોરવાડા, કુપટ, માલગઢ, ગોગાઢાણી સહિત અનેક ગામના ખેડૂતોને બાજરી, મગફળી, શક્કર ટેટી, તરબૂચ સહિતના પાકોમાં 80 ટકા કરતા વધારે નુકશાન થતા તેઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. જોકે આ વખતે ભારે કરા પડતા ડીસા તાલુકાની પાંચથી વધુ પ્રાથમિક શાળાઓમાં પતરા તૂટતા નુકશાન પહોંચ્યું હતું.

ડીસામાં મંગળવારે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ બપોરે અચાનક 20 કી. મીની ગતિએ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયુ હતું અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે વરસાદની સાથે કરા પડતા ડીસા સહિત તાલુકાના ખેડૂતો સહિત તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા. જેમાં ડીસા સહિત વડાવળ, સોતમલા, ઓઢવા, લોરવાડા, કૂંપટ, માલગઢ, ગોગાઢાણી, ઢેઢાલ, ચંદાજી ગોળીયા, આસેડા સહિત પાંચથી વધુ પ્રાથમિક શાળાઓના પતરા તૂટ્યા હતા. આ ઉપરાંત અનેક ગામોમાં શક્કર ટેટી, તરબૂચ, બાજરી સહિત અનેક પાકમાં કરોડો રૂપિયાનું નુકશાન પહોંચતા ફરી એક વાર ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ઉપરાંત ડીસા સહિત અનેક કાચા મકાનોના પતરા તૂટયા હતા. જેને લઈ અનેક લોકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે સરકાર દ્વારા આ મામલે સર્વે કરી ખેડૂતોને નુકશાનનું વળતર ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે. અમીરગઢ ઇકબાલગઢમાં વરસાદે સોથ વળ્યો, વાવાઝોડાથી અંદાજે 26 જેટલા વીજ પોલ પડી ગયા છે.ભાભર તાલુકાના ઢેકવાળી, ઊજ્જનવાડા, કપરૂપુર, બુરેઠા, ઉનડાઇ વગેરે પાંચ ગામોમાં મકાનોને નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...