તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતની 162 નગરપાલિકા ગ્રમપંચાયતો સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં સફાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતની 162 નગરપાલિકા ગ્રમપંચાયતો સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મીઓની વિવિધ માગણીઓના પ્રશ્ને જુદા જુદા સંગઠનો દ્વારા પાંચ દિવસની સફાઇ બંધની હડતાળ જાહેર કરવામાં આવી છે.જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં ફરજ બજાવતા 2000 કરતા વધુ સફાઇ કામદારો હડતાલમાં જોડાવાના હોવાનું ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યુ હતુ.

ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યુ કે જિલ્લાની નગરપાલિકાઓના હંગામી સફાઇ કામદારો તેમજ ગ્રામ પંચાયતો,તાલુકા પંચાયતો,સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં વર્ષોથી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓનું વેતનના ધોરણે શોષણ થઇ રહ્યુ છે.સરકારે 2007માં પરિપત્ર દ્વારા સફાઇ કામદારોને કાયમી કરવા જણાવ્યુ હતુ.પરંતુ પરિપત્રનો અમલ કરવામાં આવ્યો નથી સરકારી કચેરીઓમાં કામદારોને માસિક 2000થી 3000 સુધીનું મહેનતાણુ઼ં આપવામાં આવે છે અને તેનું પણ નિયત સમયે ચૂકવણું કરવામાં ન આવતાં ગરીબ સફાઇ કામદારોને આજીવિકા ચલાવવી પણ મુશ્કેલ થઇ પડશે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ સફાઇ કામદારોનું પણ શોષણ થઇ રહ્યુ હોવાથી 5 માર્ચથી અરવલ્લી જિલ્લાના 2000 કરતાં વધુ સફાઇ કામદારો પાંચ દિવસીય હડતાલ ઉપર ઉતરવાના હોવાનું સંગઠનના પ્રમુખે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો