તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાણા મેળામાં થયેલ ગંદકી સાફ કરવા વઢિયાર પંથકના 101 યુવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વઢિયાર પંથકના વરાણા ખાતે અાઇ ખોડીયાર માતાના પંદર દિવસના મેળાની પૂર્ણાહુતિ થતાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે વઢિયાર પંથકના સમી, હારિજ, રાધનપુર વિસ્તારના 101 યુવાનો દ્વારા સ્વેચ્છાઅે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે અને કચરો અેકત્ર કરી તેનો દૂરના સ્થળે નિકાલની કામગીરી શરૂ કરી છે.

છેલ્લા ત્રણ દિવસથી સમી હાઈવે થી માંડી વરાણા ગામ સુધી પાંચ કિમી વિસ્તારમાં જ્યાં જ્યાં ગંદકી ફેલાયેલી છે તે ગંદકીને સાફ કરાઈ રહી છે. કુંભાણા ગામના વતની ધર્મેન્દ્ર ભાઈ ચૌધરી દ્વારા મહાશક્તિ એન્જીનીયર વર્કસ નામની તેમની સંસ્થાના માધ્યમથી મિત્ર વર્તુળના મિત્રો દ્વારા મેળાની ગંદકીને દૂર કરી રહ્યા છે. આ અંગે મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની અપીલથી સમાજના યુવાનોએ કામગીરી ઉપાડી છે. છેલ્લા 3 વર્ષથી આ કામગીરી કરી રહ્યા છીએ. 27મી ફેબ્રુઆરી સુધી કામગીરી ચાલુ રહેશે. ૨૭મીએ સમી બસ સ્ટેન્ડની સફાઈ કરી અભિયાનને પૂર્ણ કરીશું.

વરાણામાં યુવાનો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું છે.તસવીર-પ્રકાશ નાડોદા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો