માલપુર તાલુકાની બુટીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ખખડધજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલપુર તાલુકાની બુટીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ખખડધજ થઇ ગયેલા ઓરડાના કારણે ચોમાસાની ઋતુમાં બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

બુટીયા પ્રાથમિક શાળામાં 1 થી 5 સુધીના ધોરણ ચાલે છે. આ શાળામાં ગામના આદિવાસી નાયક પરિવારના 35 ગરીબ બાળકો અભ્યાસ કરે છે. જોકે, પ્રાથમિક શાળાના ઓરડા બિસ્માર હોવાને કારણે અને ગતવર્ષે ચોમાસા દરમિયાન શાળાની છત ઉપર વર્ષો અગાઉ લગાવેલા સિમેન્ટના પતરાં વાવઝોડા દરમિયાન ઉડી જતા બાળકોને ઓરડાની અંદર બેસાડવા પણ મુશ્કેલ થઇ પડ્યું છે. મગોડી ગૃપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભોપાલસિંહ ચૌહાણે જણાવ્યું કે, જિલ્લાની અસંખ્ય પ્રાથમિક શાળાઓમાં પાકા ઓરડા બની ચૂક્યા છે.

બુટીયા પ્રા.શાળામાં પાકા ઓરડા બાંધવા માટે તાલુકા વિકાસ અધિકારી અને શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં નઘરોળતંત્રના પાપે ગરીબ બાળકોને માથે આફત ઉભી થઇ છે. ચોમાસામાં બિસ્માર થઇ ગયેલા ઓરડા અને છત તૂટી પડવાની દહેશત ફેલાતા બાળકોના માથે જોખમ ખેડાઇ રહ્યું છે.સૌથી અગત્યની તો એ બાબત છે કે, ધો.1 થી 5 માં આ શાળામાં માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોના ભાવી માટે ખતરો ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...