તક્ષશિલા સ્કૂલના બાળકો જૈન ઉપાશ્રયમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર: ઇડર તક્ષશિલા સ્કૂલના બાળકોને અહિંસા તથા ધર્મના પાઠ શીખવા મળે તે હેતુસર બાળકોઅે જૈન ઉપાશ્રયની મુલાકાત લીધી હતી. જેમાં સાધ્વીજી ભગવંત પરમપૂજ્ય પરાગરસા શ્રીજીઅે પ્રથમ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે ઉપદેશ આપ્યો હતો. આ ઉપરાંત બાળકોને જૈન જ્ઞાન ભંડારમાંથી અતિપ્રાચીન પુસ્તકો હસ્તપ્રત અથવા માહિતી લખાયેલ ધર્મ પુસ્તકોના દર્શન અને વાંચન કરાવાયું હતું. પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...