ડીસાના હવાઈ પિલ્લર માર્ગે ગુરુવારે છોટા હાથી ગાડીની ટકકરે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસાના હવાઈ પિલ્લર માર્ગે ગુરુવારે છોટા હાથી ગાડીની ટકકરે એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ છોટા હાથી ગાડીની પાછળ આવી રહેલી અન્ય ગાડી ટકરાતા અફડા-તફડી મચી હતી.

ડીસાના રાજ મંદિર સર્કલથી દિપક હોટલ, જલારામ મંદિર સર્કલ, ગાયત્રી મંદિર સર્કલ પર છાસવારે અકસ્માત સર્જાય છે. થોડાક માસ અગાઉ ગાયત્રી મંદિર પાસે એક ટ્રક પલટતા અફડા-તફડી મચી હતી. ત્યારે ગુરુવારે શહેરના હવાઇ પીલ્લર તેમજ ઇસ્કોન પાસેના માર્ગ પર ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અમી સોસાયટી ખાતે રહેતા દિલીપભાઈ નાથાભાઇ રાવલ ઘરેથી શાકભાજી લેવા નિકળ્યા હતા.

આ દરમિયાન તેઓ માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પુરઝડપે પસાર થઇ રહેલા છોટા હાથી ગાડીની ટકકર વાગતા તેઓ ફંગોળાઇ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન છોટા હાથીની પાછળ આવેલ આવી રહેલ બોલેરો ગાડી ટકરાતા તેનો પણ અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઘાયલ વૃદ્ધને સારવાર માટે ખાનગી વાહન મારફતે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફરજ પરના તબીબે ઘાયલને મૃત જાહેર કર્યા હતા. જોકે અકસ્માતની જાણ થતા મૃતકના પુત્ર સાથે પરીવારજનો ડીસા સિવિલમાં દોડી આવ્યા હતા. જ્યાં મૃતક પરિવારજનોના કલ્પાંતથી સિવિલમાં ઉભેલા સર્વેનું હૃદય દ્રવવી ઉઠ્યું હતું. મૃતકની લાશને પી.એમ. માટે ડીસા સિવિલ ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...