તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંપ્રા ગામે ફુટબોલ ખેલાડીઅો માટે ચેન્જિંગરૂમ,વોશરૂમનું ભૂમિપૂજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની મહિલા ખેલાડીઅોઅે તાજેતરમાં ફુટબોલમાં ખેલો ઈન્ડિયા અને ખેલ મહાકુંભમાં ભાગ લઇ ચેમ્પીયન બની સમગ્ર જિલ્લાને ગાૈરવ પ્રદાન કર્યું હતું. અા રમતવીરો માટે સાંપ્રા ગામની શાળાના ગ્રાઉન્ડમાં અેમજી મોટર દ્વારા આશરે રૂ.20 લાખના ખર્ચે ચેન્જીંગ રૂમ અને વોશરૂમની સુવિધા બે માસમાં જ ઉભી કરાનાર છે. જેનંુ શનિવારે રાજ્યના મંત્રી દિલીપભાઇ ઠાકોરના હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું.તેઓએ જણાવ્યું કે દીકરીઓ ઇન્ટરનેશનલ મોટી છલાંગ મારે તે માટે તમામ જરૂરીયાતો પૂરી કરવા સરકાર તેમની પડખે છે.

અા પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, કંપનીના અેચઅાર ડિરેકટર, પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરે, શાળાના અાચાર્ય નયનાબેન ઝાલાઘ સ્નેહલભાઇ પટેલ સહિત અન્યો હાજર રહ્યા હતા. કંપનીના હાલોલ પ્લાન્ટના અેચઅાર ડાયરેકટર યશવિંદર પટીયાલે સ્પોર્ટ્સ સંકુલ માટે પ્રેરણા કરી તે બદલ અાભાર વ્યકત કર્યો હતો.અા પ્રસંગે રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મેળવનાર છાત્રોનું સન્માન કરાયું હતું.

રાજ્યના મંત્રી દિલીપભાઇ ઠાકોરના હસ્તે ભૂમિપુજન કરાયું

_photocaption_સાંપ્રા ગામે સ્પોર્ટ્સ સંકુલ હોલનું ભૂમિપૂજન કરતા મંત્રી દિલીપભાઇ ઠાકોર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો