તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંડપ જૂથ -સીઆરસીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર: શુક્રવારે જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી મીતાબેન ગઢવી સાબરકાંઠા અને તાલુકા પ્રાથમિક શિક્ષાણાધિકારી, ઇડર ત્રિગુણાબેન ડી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ ચાંડપ દૂધડેરી ખાતે યોજાયો હતો. જેમાં ગામના આગેવાનો યુવાનો, મહિલાઓ તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા મતદાન જાગૃતિ સહી કેમ્પેઇન, સેલ્ફી ફોટોગ્રાફી સ્ટેન્ડ અને સમજાવટ વગેરે કાર્યક્રમો કરાયા હતા. મુખ્યશિક્ષક અને સીઆરસી ઇન્ચાર્જ ડો. એચ.વી. વણકર દ્વારા સફળ રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમ સંપન્ન થયો હતો. તસવીર-પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...