તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસામાં રોડના અધૂરા કામ બાબતે ચક્કાજામની ચીમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાના તખ્તેશ્વર રોડ પર અલકાપુરી સોસાયટી આગળ-પાછળ બંને રોડના અધુરા કામને લઈને રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અલકાપુરી સોસાયટીને જોડતા તખ્તેશ્વર રોડનો મુખ્ય માર્ગ કે જે કોર્ટ અને રાણીયાપુરા તથા રબારીવાસ જવા માટેનો મુખ્ય માર્ગ છે. આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા ખોદકામ થયું હતું. જોકે, કામમાં મટિરિયલ બાબતે સ્થાનિક કોર્પોરેટર દ્વારા સવાલો ઉભા કરતાં કામને સ્થગિત કરવામાં આવી દેવાયું હતું. જોકે, આ વાતને પણ એક માસ થવા આવ્યો હોવા જતા રસ્તો તે જ સ્થિતિમાં છે, છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. રોજબરોજ અહીથી પસાર થતાં હજારો લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ અલકાપુરી સોસાયટીમાં થોડા દિવસ પછી હનુમાન જયંતીના દિને પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે સ્થાનિકોએ કોર્પોરેટર દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નનો સત્વરે નિકાલ કરી રોડનું કામ પુરૂ કરવાની માંગ કરી છે. જો સત્વરે કામ નહીં થાય તો રહીશોએ પોતાના વાહનોને ખોદેલી જગ્યા પર પાર્કિંગ કરી રસ્તાને બ્લોક કરી દેવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...