તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ માર્કેટયાર્ડ ખાતે જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રવિવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ માર્કેટયાર્ડ ખાતે જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને રવિવારે કૃષિ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ચેરમેન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ સરકાર ખેડૂતોના હિતને વરેલી સરકાર છે. ભૂતકાળમાં ખેડૂતોને ઉંચા વ્યાજે ધિરાણ લેવું પડતું હતું. આજે વિના વ્યાજે ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે. ખેડૂતોને આર્થિક રીતે પગભર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં આ સરકાર કામ કરી રહી છે. ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળવાની જરૂર છે. ટપક અને ફુવારા પધ્ધિતિથી ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવી શકાય છે.’

આ પ્રસંગે આદર્શ ખેડૂતોને રૂ. ૧૦ હજારનો ચેક, ટ્રોફી આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટર સંદીપ સાગલે, ડીડીઓ ,બી. એ. શાહ, નાયબ બાગાયત નિયામક જે. બી. સુથાર, પ્રવિણસિંહ રાણા, ગોવિંદભાઇ ચૌધરી, પ્રગતિશીલ ખેડૂતો સર્વ ભીખાભાઇ, ડોહજીભાઇ, નટુભાઇ પ્રજાપતિ, કૃષિ વૈજ્ઞાનિકો તથા ખેડૂતો અને પશુપાલક બહેનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...