Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હારિજમાં નોકરીથી ઘરે જતી યુવતીના ગળામાંથી ચેન તફડાવી 2 શખ્સો ફરાર
હારિજ એક્સિસ બેન્કમાં નોકરી કરતી યુવતી બેંકનું કામકાજ પૂર્ણ કરી રાબેતા મુજબ રાત્રે પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે હારીજ ગુંદાવાળા ખાંચામાં પાછળથી બાઇક પર સવાર બે તસ્કરોએ ગળામાં પહેરેલી સોનાની ચેનનું ફિલ્મી ઢબે સ્નેચિંગ કરી ભાગી ગયા હતા યુવતીએ અજાણ્યા બે સામે વિરુદ્ધ હારિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
હારિજ એક્સિસ બેંકમાં સર્વિસ કરતા ગીતાબેન કપિલભાઈ ઠક્કર ગુરુવારની રાત્રે બેંકનું કામકાજ પૂર્ણ કરી પોતાના ઘેર જલારામ પાર્ક ખાતે જવી નીકળી હતી ત્યારે ગુંદાવાળા ખાંચામાં રસ્તા પર પાછળથી કાળા કલરના પલ્સર મોટરસાયકલ પર આવેલા બે શખ્સોમાંથી પાછળ બેઠેલો ક્રીમ કલર જાકેટ વાળો શખ્સ ગળામાં પહેરેલી એક તોલાના સોનાની ચેઇન રૂ.35000ની ચીલઝડપ કરી બાઈક પર ભાગી ગયા હતા. રસિલાબેન ઘેર જઈ તેમના પરિવારજનોને અને પતિને વાત કરતાં સમગ્ર ચિંતાતુર બની ગયા હતા અને હારિજ પોલીસ સ્ટેશન જઇ બે અજાણ્યા સામે વિરુધ્ધ ફરીયાદ આપી છે.
પીએસઆઇ વી.જે.પરમારના જણાવવા મુજબ સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જેમાં પલ્સર બાઇકમાં બે શખ્સો દેખાય છે પણ નાઇટ વિઝન ન હોવાથી સ્પષ્ટ ઓળખ થઇ શકી નથી જેના કારણે અન્ય કેમેરાની ફૂટેજ અને પ્રાઇવેટ કોઈ દુકાનદારોએના સીસીટીવી ફૂટેજના તપાસ ચાલી રહી છે.
એક્સિસ બેંકમાં નોકરી કરીને ઘેર જઇએ રહી હતી ત્યારે પાછળથી બાઇક પર સવાર બે શખ્સોએ સોનાની ચેઇન તફડાવી ભાગી ગયા