છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલફીડના અને ઘાસચારાના ભાવ વધી જતાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલફીડના અને ઘાસચારાના ભાવ વધી જતાં પશુપાલકોને પશુઓ પાળવા પણ મુશ્કેલ બન્યા છે અને તેની સામે દૂધના પુરતા પ્રમાણમાં ભાવો ન મળતાં ખેડુતો અને પશુપાલકોની દશા માઠી બની છે.

ઉ.ગુ.માં મોટા પ્રમાણમાં લોકો શ્વેતક્રાંતિ તરફ વળ્યા છે અને તેમાં પણ બનાસકાંઠા જીલ્લો ગુજરાત રાજ્યમાં મોખરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી લોકોને પશુપાલનનો ધંધો ટકાવવો મુશ્કેલ બની ગયો છે. છેલ્લા બે વર્ષમાં પુરપ્રકોપ તેમજ દુષ્કાળના વર્ષ આવતાં ઘાસચારાની ભારે તંગી વર્તાઇ હતી અને ઘાસચારાનો ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે. બે વર્ષ અગાઉ એક પુળાના 15 રુપિયા હતા. આજે 35 રુપિયા છે તેમ છતાં પુરતા પ્રમાણમાં ઘાસચારો મળતો નથી. ત્યારે બીજી તરફ કેટલફિડના ભાવમાં પણ છેલ્લા બે વર્ષમાં ડબલ થઇ ગયા હોવાથી પશુપાલકોને પોતાના દુધાળા પશુઓને શું નાંખવું તે પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે બીજી તરફ દુધના ભાવમાં ક્યાંય વધારો જોવા મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...