મલેકપુર બસ સ્ટેન્ડ નજીક કારની ટક્કરે રાહદારીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરાલુના મલેકપુર મોટા ગામે ઠાકોરવાસમાં રહેતા વિજયજી ઠાકોરના પિતા રમણજી ગત બુધવારે રાત્રે 11 વાગ્યે ગામના બસ સ્ટેશન રોડ પરથી ચાલતા જઇ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે નીકળેલી કારે તેમને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં ફંગોળાયેલા રમણજીને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. મૃતકના પુત્ર વિજયજી ઠાકોરે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

વિસનગરની શ્રીનગર સોસાયટીમાં રહેતા ભાવસાર જાગૃતિબેન દલસંગભાઇ ગુરૂવારે બપોરે ઘરેથી ચાલતા બજાર જતાં હતાં. ત્યારે સવાલા દરવાજા નજીક આદર્શ સ્કૂલ પાસે એક્ટીવા ચાલકે ટક્કર મારતાં તે નીચે પટકાયા હતા. સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડાયાં હતાં. બનાવ અંગે જાગૃતિબેને વિસનગર શહેર પોલીસ મથકમાં એક્ટીવાચાલક ભટ્ટ જગદીશકુમાર દલપતભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...