તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ સરકાર દ્વારા દૂધસાગર ડેરી અને દૂધ ઉત્પાદકો સાથે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપ સરકાર દ્વારા દૂધસાગર ડેરી અને દૂધ ઉત્પાદકો સાથે કરાતા અન્યાય સામે તાજેતરમાં મહેસાણા ખાતે દૂધ સાગરડેરીના ચેરમેનના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં 125થી વધુ મંડળીઓના હોદેદારો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીએ ભાજપ સાથે છેડો ફાડી મહેસાણા અને પાટણ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવાની જાહેરાત કરતાં મહેસાણા અને પાટણની બેઠક પર રાજકીય ગરમાવો આવી ગયો છે. દૂધસાગર ડેરી સાથે 1200 દૂધ મંડળીઓના 6 લાખ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...