તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરમાં ગૂંજ્યા શબ્દો : હે પૂર્વજો તમે મોક્ષ પામો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે દિવંગત સ્વજનોના શાસ્ત્રોકત વિધિપૂર્વક તર્પણ કરી તેમને મોક્ષ પ્રદાન કરવાના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મંગળવારે સવારથી સાંજ સુધી સાૈથી વધારે ભીડ રહી હતી જેમાં સરસ્વતી તટે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધી કરાયા બાદ મૃતાત્માઅોની પૂજન અર્ચન તર્પણના ફુલ નદીમાં તેરવવામાં અાવ્યા હતા. અત્રે સરસ્વતી નદીમાં ચૌદશની મધ્યરાત્રીએ ગંગા, યમુના, સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોઇ તર્પણ માટે ,પાપમુક્તિ તેમજ પૂર્વજોના ઋણમાંથી મુક્ત થવા માટેનો ઉત્તમ અવસર હોઇ ચાૈદશ- પૂર્ણિમાએ માનવ મહેરામણ એવો ઉભરાયો હતો.શ્રદ્ધાળુઓઅે મૃતક સ્વજનોની તર્પણ વિધિ કરાવી મેળાને માણ્યો હતો. જોકે નદીમાં પાણીનાં હોવાના કારણે તર્પણ વિધિ કરવા માટે આવેલા લોકો માં નારાજગી પણ જોવા મળતી હતી. અા મેળાને અનુસચિત જાતિનો સગપણીયો મેળો પણ કહે છે. જેમાં ઘેરઘેરથી લોકો અાવતા હોઇ છોકરા છોકરીના સગપણ વેવિશાળ કે અન્ય નિર્ણયો પણ દરવર્ષની જેમ લેવાયા હતા.

સિદ્ધપુરના કાર્ત્યોકના મેળામાં પૂર્ણિમાએ લાખો યાત્રિકોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો સરસ્વતી નદીના પટમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રશ્મિન દવે

ગાયકવાડી સ્ટેટ સમયથી બ્રાહ્મણોને ગામ મળેલા છે
ભૂદેવોના જણાવ્યા મુજબ ગાયકવાડ સ્ટેટના સમયથી સિદ્ધપુરના બ્રાહ્મણોની નાતને પોતાના ગામ મળેલ છે જેના આધારે જે-તે ગામના ગોર દ્વારા સારા તેમજ નરસા પ્રસંગે વરસો જૂની પરંપરા મુજબ વિધિવિધાન કરાવાય છે. યજમાનો કુળગોરને ત્યાં આવે છે અને ધાર્મિક વિધિ કરાવ્યા બાદ વરસ દરમિયાન પોતાના ખેતરમાં થતી ઉપજનો અમુક હિસ્સો બ્રહ્મદેવોને અર્પણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...