બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અે સાેશિયલ મિડિયામાં મુકેલ વિડીઅાે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અે સાેશિયલ મિડિયામાં મુકેલ વિડીઅાે તથા ટેલીફાેનીક વાતચીતમાં જણાવ્યું કે મે કાેંગ્રેસમાંથી રાજીનામુ અાપ્યું નથી.જિલ્લા કાેંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર દ્વારા વારંવાર અપમાનીત કરવામાં અાવે છે.કાેંગ્રેસના કાેઇ પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડી અે જાણ કરી હું કાર્યક્રમમાં ન પહાેચું તેઅાે પ્રયાસ કરવામાં અાવે છે.ગુજરાત પ્રદેશ કાેંગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડા જ્યારે અાવ્યા ત્યારે પણ પાછળથી મને જાણ કરી યેનકેન પ્રકારે મને હેરાન કરવાનાે પ્રયાસ કરવામાં અાવ્યાે છે તેવા અાક્ષેપ બાયડ ધારાસભ્ય દ્વારા કરાયો છે. અા મામલે અરવલ્લી જિલ્લા કાેંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું કે બાયડ ધારાસભ્યઅે કરેલા અાક્ષેપાે સત્યથી વેગળા છે. દરેક કાેંગ્રેસના કાર્યકરાે ને જાણ કરવામાં અાવતી જ હાેય છે.ધારાસભ્યના અાક્ષેપાે સત્યથી વેગળા છે.

અન્ય સમાચારો પણ છે...