તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BSFનો ડ્રેસ પહેરી BSFની હરાજી થયેલી ટ્રકમાં દારૂ લઇ જતા બે શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે પોલીસે રવિવારે નાકાબંધી કરી હતી. ત્યાં બીએસએફનો ડ્રેસ પહેરી અને બીએસએફની હરાજીમાં ખરીદેલી ટ્રકમાં દારૂ લઇ જતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ. 16.80 લાખનો દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ. 21 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત પોલીસને ચકમો આપવા માટે અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા નુસ્ખા અપનાવવામાં આવે છે. જેમાં રવિવારે ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી. જ્યાં બીએસએફની હરાજીમાં ખરીદેલી ટ્રક નંબર આરજે-19-આઇજી-0770 માં બીએસએફનો ડ્રેસ પહેરેલા ક્રિષ્ણ મનકુલસિંહ જાટ (રહે.સોફ, તાલુકો-દાદરી, જિલ્લો-ભિવાની,હરિયાણા) તેમજ કરણસિંહ બાલસિંહ રાજપૂત (મૂળ રહે.સમન્દન રોડ, ભગવતીનગર, જોધપુર, હાલ રહે.ભગેરા,તા.નવલગઢ, જિ.-જૂજનું, રાજસ્થાન) ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી પોલીસે દારૂની બોટલ નંગ-4200 કિંમત રૂપિયા 16,80,000 તેમજ ટ્રકની કિંમત રૂપિયા 5 લાખ અને મોબાઇલ નંગ-4 કિંમત રૂ. 4 હજાર મળી કુલ રૂપિયા 21,84,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીએસએફનો ડ્રેસમાં ટ્રકમાં દારૂ લઇ જતા બે શખ્સો ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો