તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદી શાળાઓને એલર્ટ રહેવા સૂચના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરહદી શાળાઓને એલર્ટ રહેવા સૂચના
સાંતલપુર| ભારત અને પાકિસ્તાન હાલ માં વધેલી તંગદિલી જોતા સરહદ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ સ્થાનિક પોલીસ દ્વારા પણ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. પાટણ જિલ્લાના અનેક ગામો પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે અને સરહદ પર આવેલા ગામોની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કંઈ શંકાસ્પદ જણાય તો જાણ કરવા સ્થાનિક લેવલે શાળા દ્વારા સૂચના ઓ આપવામાં આવી છે તેમજ સીમા જન કલ્યાણ સમિતિ દ્વારા સરહદી તાલુકાના ગામોની મુલાકાત તેમજ સતર્ક રહેવા જણાવવામાં આવી રહ્યું છે. અને શંકાસ્પદ વ્યક્તિઓના આઈકાર્ડ પણ ચેક કરવાનું જણાવવામાં આવી રહ્યું છે તેમજ લોકો ને કોઈ જ પ્રકારની અફવામાં ન ભરમાવવા અને ગભરાટ ના ફેલાય તે માટે વિવિધ સૂચના ઓ આપવામાં આવ્યા છે.જ્યારે કે પાટણ જિલ્લા અને કચ્છ જિલ્લાને જોડતા આડેસર પોલીસ ચેક પોસ્ટ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ વાહનો નું ચેકીંગ કર્મ આવી રહ્યું છે.જ્યારે સાંતલપુર તાલુકામાં પોલીસ પેટ્રોલિંગમાં પરિસ્થિતિ ને જોતા સરહદ ના ગામો માં પેટ્રોલિંગ માં વધારો કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના ચારણકા થી પાકિસ્તાન બોર્ડર 36 કિ.મી,આલુવાસ 40 કી. મી.,એવાલ 25 કિ. મી,જાખોત્રા 30 કિ. મી તેમજ નડેશ્વરી થી પાકિસ્તાન બોર્ડર કેવળ 25 કિ. મી.જ દૂર આવેલી છે.એવાલ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પહેલા ગામ લોકો ને બીએસએફ દ્વારા આગળ જવા દેવામાં આવતા હતા પણ છેલ્લા કેટલાક સમય થી અમને આગળ જવા દેવામાં આવતા નથી તેમજ માલધારીઓને પણ આગળ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો