તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરાની કે.આર.આંજણા કોલેજમાં પુસ્તક પ્રદર્શન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | ધાનેરાની કે.આર.આંજણા કોલેજમાં પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને ધાનેરા પૂર્વ ધારાસભ્ય જે.કે. પટેલ દ્વારા રિબીન કારીને ઉદ્દઘાટન કરાયું હતું. વિવિધ પ્રકારના 1500 થી વધારે પુસ્તકો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા. આ પુસ્તક પ્રદર્શન જોવા માટે ધાનેરાની ડી.બી.પારેખ સ્કૂલ, વિવેકાનંદ સ્કૂલ તેમજ સૂર્યોદય સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. આ પ્રસંગે સતલાસણાના ગ્રંથપાલ ડો. લીગુભાઇ ચૌધરી, સંસ્થાના પ્રમુખ રાયમલભાઇ પટેલ, આચાર્ય ડો. લાલાભાઇ પટેલ, ગ્રંથપાલ ડીમ્પલબેન ચૌધરી તેમજ હસમુખભાઇ ચૌધરી સહિત અન્ય આગેવાનોએ પણ આ પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ હસમુખભાઇ ચૌધરીએ કોલેજની લાયબ્રેરીમાં 111 પુસ્તકો ભેટ આપવા માટે જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો