તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ તબીબ આરોગ્ય વિભાગને મામુ બનાવી નજર સામે જ ભાગી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડીમાં શુક્રવાર બપોરે તાલુકા અારોગ્ય કચેરી દ્વારા રેડ કરાતાં હાજર મુન્નાભાઇને રેડ થયાની ખબર પડી જતાં ર્ડા. સાહેબ તપાસમાં ગયા છે કહી થોડીવાર પછી ફરાર થઇ ગયાની ખબર પડતાં અારોગ્યની ટીમ હાથ ઘસતી રહી ગઇ હતી.

દલાની મુવાડીમાં શખ્સ પાસે કોઇપણ તબીબી ડિગ્રી ન હોવા છતાં રૂમ ભાડે રાખી લોકોના અારોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની માહિતી મળતાં પ્રાંતિજ અારોગ્ય અધિકારીની ટીમ દ્વારા બાતમીવાળા સ્થળે રેડ કરી હતી. હાજર શખ્સ સાથે અારોગ્યની ટીમે પૂછપરછ કરતાં તેને ખબર પડી ગઇ હતી કે અારોગ્ય વિભાગ દ્વારા રેડ થઇ છે અા શખ્સ અશોક પંચાલે હું કંપાઉન્ડર છું, ર્ડા. સાહેબ તપાસમાં ગયા છે કહી થોડીવાર બાદ ફરાર થઇ ગયો હતો. ઘણો સમય રાહ જોવા છતાં પરત ન ફરતા અારોગ્યની ટીમે ઇન્જેક્શનો, નિડલ, અેલોપથી દવાઅો, બી.પી.ઇન્સ્ટુમેન્ટ વગેરે કબ્જે લઇ ફરાર બોગસ તબીબ અશોક પંચાલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. અારોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અા શખ્સ તલોદથી અપડાઉન કરતો હતો.

બોગસ તબીબને રેડની ખબર પડી જતાં આરોગ્ય વિભાગની ટીમને પોતે કમ્પાઉન્ડર છે કહી ભાગી જતાં આરોગ્યની ટીમ હાથ ઘસતી જ રહી ગઇ

પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડીમાં અારોગ્ય વિભાગની રેડ

_photocaption_પ્રાંતિજના દલાની મુવાડીમાં અારોગ્ય વિભાગની રેડ કરી હતી. }કાળુસિંહ રાઠોડ*photocaption*

_photocaption_બોગસ તબીબ અશોક પંચાલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો