તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીપની ટક્કરે બાઇકસવાર સસરાં અને પુત્રવધૂ ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખેડબ્રહ્મા તાલુકાનાં આગિયા પાસે બાઇક પર જતાં સસરા અને પુત્રવધુને પાછળથી જીપે ટક્કર મારતા પુત્રવધુને ગંભીર ઇજાઓ પહોંચતા જીપ ચાલક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દાંતા તાલુકાના હડાદ ગામના ગીતાબેન પ્રવીણભાઈ પ્રજાપતિને ડાયાલીસીસ કરવાનું હોઇ તેમના સસરાં માણેકલાલ પ્રજાપતિ ગત તા. 28-2-2020 નારોજ સવારે બાઇક નં.જી.જે-08-એ.એચ-9445 લઈ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં જઇ પરત હડાદ જવા નીકળ્યા હતા ત્યારે બપોરે દોઢેક વાગ્યે આગિયા પાસે પેટ્રોલ પંપ પાસે પાછળથી આવતી જીપ નં. જી.જે-8-બી-8252 ના ચાલકે બાઇકને ટક્કર મારતા ગીતાબેન નીચે પટકાયા હતા અને ઇજાઅો પહોંચતા સારવાર માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં લાવ્યા બાદ અમદાવાદ રિફર કરાયા હતા. માણેકલાલ પ્રજાપતિઅે ફરિયાદ નોંધાવતા ખેડબ્રહ્મા પોલીસે જીપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડબ્રહ્માના આગિયા પાસેનો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો